Connect Gujarat
ગુજરાત

પ્રથમ દિવસ સીએમ એક્શનમાં, પ્રથમ દિવસે જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

પ્રથમ દિવસ સીએમ એક્શનમાં, પ્રથમ દિવસે જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
X

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ સૌ પ્રથમ દિવસે જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદ ને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી એ જામનગરના કલેકટર સાથે ટેલીફોન પર વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકો ને એન ડી આર એફ ની મદદ થી સ્થળાંતર કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી.


તેમણે રાજકોટમાં ભારે વરસાદને કારણે આજી 2 ડેમ ની જળાશય ની સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે સત્વરે ખસેડવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર ને તાકીદ કરી હતી. રાજકોટમાં 1155 લોકો જે આજીના નીચાણ વાળા વિસ્તારમાં રહે છે તેને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલ એન.ડી. આર એફ ની 3 ટીમ રાજકોટ માટે અને 2 ટીમ જામનગર માટે ભટિંડા થી મંગાવવાની વ્યવસ્થા કરવા તંત્રવાહકો ને સૂચના આપી હતી.

તેમણે ખાસ કરીને બચાવ રાહત કામગીરી ને પ્રયોરિટી આપવા સૂચના આપી હતી. મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, અધિક મુખ્ય સચિવ એ. કે.રાકેશ તેમજ મુખ્યમંત્રી અને અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ, રાહત કમિશનર આદ્રા અગ્રવાલ તેમજ મુખ્યમંત્રી ના ઓ એસ ડી શ્રી ડી એચ શાહ આ બેઠકમાં જોડાયા હતા.

Next Story