Connect Gujarat
ગુજરાત

કોઈ સિસ્ટમ રાજ્યમાં સક્રિય નહીં, આગામી 24 કલાક સામાન્ય વરસાદની છે આગાહી

વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું કે, હાલ કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી. આગામી 24 કલાક દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

કોઈ સિસ્ટમ રાજ્યમાં સક્રિય નહીં, આગામી 24 કલાક સામાન્ય વરસાદની છે આગાહી
X

વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું કે, હાલ કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી. આગામી 24 કલાક દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજ દિન સુધી 35.84 ટકા જ વરસાદ પડ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ 30.98 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 33.93 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં 33.55 ટકા વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં 35.84 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં હજુ મોસમનો 36 ટકા વરસાદ જે ગત વર્ષ કરતાં સાત ટકા ઓછો છે. અત્યારસુધી સિઝનનો 12 ઈંચ વરસાદ નોંધાયો છે. અનેક જિલ્લામાં ફરી વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ગુજરાતમાંથી અત્યાર સુધી કચ્છમાં 5.51 ઈંચ સાથે મોસમનો 31.61 ટકા, ઉત્તર ગુજરાતમાં 8.70 ઈંચ સાથે મોસમનો 30.78 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 10.70 ઈંચ સાથે મોસમનો 33.79 ટકા, સૌરાષ્ટ્રમાં 9.25 ઈંચ સાથે મોસમનો 33.47 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 22.55 ઈંચ સાથે મોસમનો સરેરાશ 39.18 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

રાજ્યમાં હાલ બે જ તાલુકા એવા છે જ્યાં 39.37 ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. રાજ્યમાં જૂનમાં કુલ 4.73 ઈંચ, જુલાઇમાં 6.95 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગત વર્ષે જૂનમાં 4.83 ઈંચ અને જુલાઇમાં 9 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. આમ, અનેક જિલ્લામાં સારો વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો આ તરફ છેલ્લા 7 વર્ષમાં જુલાઈમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો 2020માં 9.14 ઈંચ, 2019માં 8.89 ઈંચ, 2018માં 15.30 ઈંચ, 2017 21.03 ઈંચ, 2016માં 8.97 ઈંચ અને 2015માં 15.73 ઈંચ વરસાદ પડ્યો.

હવામાન વિભાગ તરફથી જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં રાજયમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. આવતીકાલ બાદ વરસાદ હજી પણ ઓછો થશે. ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની અસર ઓછી થશે. રાજ્યમાં ભારે વરસાદ આવે એવી કોઈ સિસ્ટમ હાલ અસ્તિત્વમાં નથી. રાજ્યમાં હજીપણ 36 ટકા વરસાદની ઘટ ઓછી છે. ઉત્તર પ્રદેશની દક્ષિણમાં એક લો પ્રેશર છે. જેના કારણે સામાન્ય વરસાદ આવી રહ્યો છે. પરંતુ બે દિવસ બાદ સારો વરસાદ આવશે. 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.

Next Story