Connect Gujarat
ગુજરાત

માત્ર સીએમ નહીં પણ ચૂંટણીમાં મંત્રીઓનો પણ દબદબો

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે. ભાજપને 156 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટી 5 તેમજ અન્ય ખાતામાં 4 બેઠક ગઈ છે

માત્ર સીએમ નહીં પણ ચૂંટણીમાં મંત્રીઓનો પણ દબદબો
X

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે. ભાજપને 156 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટી 5 તેમજ અન્ય ખાતામાં 4 બેઠક ગઈ છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર 20 મંત્રીમાંથી 19 મંત્રી જીતી ગયા છે. ભૂપેન્દ્ર સરકારના 20 મંત્રી માંથી માત્ર એક જ કાંકરેજ ના ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલા ચૂંટણી હારી ગયા છે. જ્યારે 19 મંત્રીઓ જીતી ગયા છે. જેમાં જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલ, કનુ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, જીતુ ચૌધરી, મનીષાબેન વકીલ, મુકેશ પટેલ, નિમિષાબેન સુથાર, કુબેર ડિંડોર, ગજેન્દ્રસિંહ પરમાર, વિનુ મોરડિયા અને દેવા માલમ નો સમાવેશ થાય છે. તો આ અગાઉના મંત્રીમંડળ એટલે કે વિજય રૂપિયાણીના મંત્રીમંડળના બે મંત્રીઓ હારી ગયા છે. માણાવદરથી જવાહર ચાવડા અને ચાણસ્મા થી દિલીપ ઠાકોર હારી ગયા છે

ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારમાં 25 મંત્રી હતા. જેમાંથી આ વખતે પાંચ મંત્રી ની ટિકિટ કાપી નાખવામાં આવી હતી, જેમાં રાજેન્દ્ર ત્રિવેદી, અરવિંદ રૈયાણી, પ્રદીપ પરમાર, બ્રિજેશ મેરજા અને સુરતની મહુવા સીટના ધારાસભ્ય અને મંત્રી રાઘવ મકવાણા ની ટિકિટ કાપી નાખવામાં આવી. 2022 માં 20 મંત્રીને ફરીવાર ટિકિટ આપવામાં આવી હતી. આ પરીક્ષામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ફોલ્લી પાસ થયા છે, જેમાં 20 મંત્રીઓમાંથી 19 મંત્રીઓ ચૂંટણી જીતી ગયા છે

Next Story