Connect Gujarat
ગુજરાત

હવે ધક્કા બંધ, નવસારી કૃષિ યુનિ.ની નવી પહેલ, હવે ખેડૂતો ઘરે બેઠાં કરિયાણાની જેમ બાગાયતી કલમો ઓનલાઈન ઓર્ડર કરી શકશે

ઈ-કોમર્સની દુનિયા ધીરે ધીરે વિકસી રહી છે. હવે ઘરના કરિયાણાથી લઈને જરૂરિયાતની નાનામાં નાની વસ્તું પણ ઓનલાઇન શોપિંગ દ્વારા મળી જાય છે.

હવે ધક્કા બંધ, નવસારી કૃષિ યુનિ.ની નવી પહેલ, હવે ખેડૂતો ઘરે બેઠાં કરિયાણાની જેમ બાગાયતી કલમો ઓનલાઈન ઓર્ડર કરી શકશે
X

ઈ-કોમર્સની દુનિયા ધીરે ધીરે વિકસી રહી છે. હવે ઘરના કરિયાણાથી લઈને જરૂરિયાતની નાનામાં નાની વસ્તું પણ ઓનલાઇન શોપિંગ દ્વારા મળી જાય છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીએ પણ ઓનલાઇન માધ્યમથી બાગાયતી કલમો સહિત અન્ય વિભાગના છોડ વેચવા ઈ-શોપ શરૂ કરી છે. જે ખેડૂતો માટે ફાયદારૂપ સાબિત થઈ રહી છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના વિવિધ વિભાગો જે છોડ કે કલમ બનાવી ખેડૂતોને વેચાણ કરતા હોય છે, એમની જૂની પદ્ધતિમાં ખેડૂતોએ યુનિવર્સિટીના વેચાણ કેન્દ્રો પર જઈને લેખિત અરજી કરવાની રહેતી હતી. જેમાં જો અરજી પહોંચવામાં કે પહોંચાડવામાં મોડુ થાય, તો ખેડૂતને પૂરતી સંખ્યામાં કલમ કે છોડ મળતા ન હતા. ઘણીવાર એવું બનતું કે એક જ ખેડૂતની ત્રણ ચાર અરજીઓ જુદા જુદા કેન્દ્રો પર પહોંચે અને એક ખેડૂતની મર્યાદા કરતાં વધુ કલમ ખેડૂત ખરીદી લેતો અને પાછળ ઘણાં ખેડૂતોને કલમ કે છોડ મળતા ન હતા. ત્યારે આ સમસ્યાના સમાધાન માટે કૃષિ યુનર્વિસટીના IT વિભાગ દ્વારા eshop.nau.in પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. જેમાં ખેડૂત પોતાની 7/12ની નકલ અને આધાર કાર્ડ સાથે નોંધણી કરાવે અને ત્યાર બાદ એમને જોઈતી કલમની સંખ્યા નાંખે એટલે એનો ઓનલાઇન ઓર્ડર યુનિવર્સિટીને મળી જાય છે. જેના દ્વારા સમયે ઓર્ડર મળવા સાથે ખેડૂતને એક ચોક્કસ સમય મર્યાદામાં તારીખ અને સમય આપતા સર્ટિફાઇડ કલમ મળી જાય છે.

Next Story