એસ.ટી.બસ અને ટેમ્પા વચ્ચે અકસ્માત, રોંગ સાઈડથી આવી રહેલ ટેમ્પા સાથે બસ ભટકાય, મુસાફરોનો આબાદ બચાવ
અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર એસ.ટી. બસને અકસ્માત નડ્યો છે. સુરતના ઓલપાડથી અમદાવાદ જઈ રહેલ એસટી બસ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અંસાર માર્કેટ નજીકથી પસાર થઈ રહી હતી તે દરમિયાન રોંગ સાઈડથી પૂર ઝડપે આવી રહેલ ટેમ્પા સાથે બસનો અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો તેઓને બસમાંથી નીચે ઉતરી અન્ય બસમાં આગળ જવા રવાના કરવામાં આવ્યા હતા.આ તરફ અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તો બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.