Connect Gujarat
ગુજરાત

ભાવનગરના સ્થાપના દિને તિરંગા યાત્રા તેમજ કાર્નિવલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત...

ગત અખાત્રીજના પાવન અવસરે ભાવનગર તેની સ્થાપનાના 299 વર્ષ પૂર્ણ કરી 300મા વર્ષમાં પ્રારંભ કર્યો છે,

X

ગત અખાત્રીજના પાવન અવસરે ભાવનગર તેની સ્થાપનાના 299 વર્ષ પૂર્ણ કરી 300મા વર્ષમાં પ્રારંભ કર્યો છે, ત્યારે ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાવનગર ખાતે તિરંગા યાત્રા તેમજ કાર્નિવલમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

વર્ષ 1723માં અખાત્રીજના દિવસે વડવા ખાતે મહારાજા ભાવસિંહજીએ ભાવનગરનું તોરણ બાંધી સ્થાપના કરી હતી. ભાવનગર શહેરે 299 વર્ષ પૂર્ણ કરી 300મા વર્ષમાં પ્રવેશી કર્યો છે, ત્યારે ગત અખાત્રીજના પાવન દિને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. આર.ટી.ઓ સર્કલ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં 10 હજાર જેટલા લોકો તિરંગા સાથે જોડાયા હતા. ભાવનગરના 299 વર્ષની પૂર્ણતાએ 299 કિલોનો ભવ્ય લાડુ માતાજીને પ્રસાદીરૂપે ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં આગવું પ્રદાન કરનાર સંસ્થાના પ્રતિનિધિઓ અને વ્યક્તિને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીએ ભાવનગરના સ્થાપના દિવસની ભાવેણાવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.

Next Story