નવરાત્રીના સાતમા દિવસે જુનાગઢ શહેરમાં મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે ગરબા યોજાયા

નવરાત્રી મહોત્સવ 2024ના સાતમાં દિવસે જુનાગઢ શહેરમાં મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

જૂનાગઢમાં જામી નવરાત્રીની રંગત 

મહેર સમાજના ગરબાનું કરાયું આયોજન 

સમાજની બહેનોએ પરંપરાગત પહેરવેશ કર્યો ધારણ

700 કરોડના ઘરેણાં ધારણ કરીને બહેનો ગરબે ઘૂમી

મણિયારો સહિતના રાસ થકી માતાજીની કરી આરાધના   

નવરાત્રી મહોત્સવ 2024ના સાતમાં દિવસે જુનાગઢ શહેરમાં મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

નવરાત્રી મહોત્સવ 2024ના સાતમાં દિવસે જુનાગઢ શહેરમાં મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખાસ કરીને મહેર સમાજના બહેનોએ કુલ મળીને રૂપિયા 700 કરોડના ઘરેણાં ધારણ કરી સમાજનો પ્રખ્યાત એવો મણીયારો સહિતના રાસ રમીનેમાં શક્તિની આરાધના કરતાં પોતાના સમાજની સંસ્કૃતિની એક અલગ ઓળખ ને દર્શાવી હતી.આ અંગે મીતા ઓડેદરા દ્ગારા જણાવવામાં આવ્યું હતું કે આજે  અમારા પરંપરાગત પહેરવેશ તેમજ સમાજની ઓળખ એવા ઘરેણાં જેવા ઝૂમણું હાંસડી સહિતના ધારણ કરીને ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર લલિતા ઘોડાદ્ગાની ઉપસ્થિતિમાં ગરબે રમી માતાજીની આરાધના કરી હતી.અમારે અહીંયા ઉપસ્થિત તમામ બહેનોએ ધારણ કરેલા ઘરેણાંની કુલ કિંમત રૂપિયા 700 કરોડથી પણ વધારે થવા જઈ રહી છે.

Latest Stories