પંચમહાલ : હાલોલ નજીક MG મોટર્સના સ્ક્રેપ વેન્ડર ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા...

પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક MG મોટર્સના સ્ક્રેપ વેન્ડર ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા હાલોલ, કાલોલ, ગોધરા સહિત ખાનગી ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

New Update
  • હાલોલ નજીક MG મોટર્સના સ્ક્રેપ વેન્ડર ગોડાઉનમાં આગ

  • અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ

  • બનાવના પગલે વહીવટી તંત્ર સહિત પોલીસ કાફલો દોડ્યો

  • હાલોલકાલોલગોધરાખાનગી ફાયર ફાઇટરો ઘટનાસ્થળે

  • ભારે જહેમત બાદ સમગ્ર આગ પર કાબૂ મેળવાતા હાશકારો

પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક MG મોટર્સના સ્ક્રેપ વેન્ડર ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા હાલોલકાલોલગોધરા સહિત ખાનગી ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસારપંચમહાલ જિલ્લાના હાલોલ નજીક ચંદ્રપુરા રોડ પર આવેલ MG મોટર્સના સ્ક્રેપ વેન્ડરના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ગોડાઉનમાં લાકડાં તેમજ પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે ધુમાડાના ઘેરામાં વાદળો છવાઈ ગયા હતા. આગની ગંભીરતાના પગલે વહીવટી તંત્ર તથા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બનાવની જાણ થતાં જ હાલોલ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પરંતુ આગ કાબૂ બહાર જતાં કાલોલ અને ગોધરા તેમજ ખાનગી ફાયર ફાઇટરની પણ મદદ લેવામાં આવી હતીજ્યાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકેકલાકોની ભારે જહેમત બાદ સમગ્ર આગ પર કાબૂ મેળવવામાં ફાયર ફાઇટરોને સફળતા મળી હતી.

Latest Stories