Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ

આહીર એકતા મંચના યુવાનોએ કરાવ્યુ મુંડન.

પંચમહાલ : ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ
X

ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ સાથે પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આહીર એકતા મંચના યુવાન દ્વારા મુંડન કરાવ્યા બાદ જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ભારત દેશમાં ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ ઉગ્ર બની રહી છે, ત્યારે ગાયને રાષ્ટ્રિય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આહીર એકતા મંચના યુવાનો દ્વારા માથે મુંડન કરાવવામાં આવ્યું હતું, ત્યારબાદ જીલ્લા કલેકટરને મૌખિક તથા લેખિત આવેદન પત્ર પાઠવી ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની રજૂઆત કરી હતી.

આહીર એકતા મંચ દ્વારા પાઠવાયેલ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપીને સંપૂર્ણ ભારતમાં ગૌહત્યા બંધ કરવામાં આવે તેવી માંગ સાથે દ્વારકાના અર્જુન આહીર દિલ્લીના જંતરમંતર ખાતે અનિશ્વિત સમય સુધી ધરણાં પર બેસી શાંતિપૂર્ણ આંદોલન ચલાવી રહ્યા છે. તેમ છતા સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતા આહીર એકતા મંચના યુવાનો દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

Next Story