ગોધરામાં ગેરસમજથી ઉભો થયો વિવાદ
સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટનો મામલો
ઈન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશને બોલાવતા વિવાદ
લોક ટોળાએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ
પોલીસના લાઠીચાર્જ બાદ સ્થિતિ નિયંત્રણમાં
ગોધરામાં પોલીસે સોશિયલ મીડિયા પર કોઈ વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા માટે એક ઈન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો, જેના કારણે ગેરસમજ થતાં શહેર બી ડિવિઝન પોલીસ મથક બહાર લોકોનું મોટું ટોળુ એકત્ર થયું હતું. આ ટોળાએ હોબાળો મચાવ્યો હતો અને પરિસ્થિતિ તંગ બનતા પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
ગોધરામાં આગામી નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વિવાદ ન થાય તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે,જે આ બાબત અંગે પોલીસે વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા માટે એક ઈન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો, જેના કારણે ગેરસમજ થતાં શહેર બી ડિવિઝન પોલીસ મથક બહાર લોકોનું મોટું ટોળુ એકત્ર થયું હતું. આ ટોળાએ હોબાળો મચાવ્યો હતો અને પરિસ્થિતિ તંગ બનતા પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.દરમિયાન રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. સ્થિતિને કાબૂમાં લઈને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું.
ઘટનાસ્થળે રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસકાફલો ખડકવામાં આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા, પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા પૂર્વક તપાસ શરૂ કરી છે. વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને, બીજી તરફ પોલીસ દ્વારા ધર્મગુરુઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવે તે માટે પ્રયત્નો શરૂ કર્યા હતા.