/connect-gujarat/media/post_banners/9fb3e19ebb461faa97077cc73f5df9a95b9e60d893cf5f03d35f2b0618f55322.jpg)
પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરની ખાનગી કંપનીમાં મેન્ટેનન્સ મેનેજર તરીકે ફરજ બજાવતા ઇજનેર યુવકે પોતાની નવરાશની પળોમાં બેટરીથી ચાલતી ઇ-બાઇક બનાવી છે.
હાલોલ શહેરમાં રહેતો ઈજનેર યુવક નિર્મલ ગોહિલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા વોકલની પ્રેરણાથી ખૂબ પ્રભાવિત થયો છે. દેશમાં વધતી જતી મોંઘવારી અને વાહનોથી ફેલાતા પ્રદૂષણની ચિંતા કરી બેટરી સંચાલિત ઈ-બાઈક બનાવી છે. માત્ર 15 જ દિવસમાં આ યુવકને ભંગાર બાઈકમાંથી ઈ-બાઈક બનાવવામાં સફળતા મળી છે, નિર્મલ ગોહિલ હાલોલની ખાનગી કંપનીમાં મેન્ટેનન્સ મેનેજર તરીકે ફરજ બજાવે છે. નોકરી બાદ નવરાશની પળોમાં ભંગારમાંથી એક જૂની બાઈક ખરીદી તેમાં મોટર અને બેટરી ફીટ કરી ઈલેક્ટ્રીક બાઈકનું મોડલ તૈયાર કર્યું છે. આ બાઇકને એકવાર સાડા ત્રણ કલાક સુધી ચાર્જ કર્યા બાદ 55થી 60 કિલોમીટર સુધી ચાલી શકે છે. એટલું જ નહીં બાઇકની સ્પીડ પણ પ્રતિ કલાકે 45 કિલોમીટરની ઝડપ સુધી પહોચે છે, ત્યારે હવે આ યુવક મધ્યમ વર્ગને પોષાય તેવી ઇ-બાઈક માર્કેટમાં લોન્ચ કરવાની અપેક્ષા વ્યક્ત કરી રહ્યો છે.