પાવાગઢ આવતા ભક્તોમાં નારાજગી
શનિ રવિવારે ભક્તોની જામે છે ભીડ
પાર્કિંગના નામે ભક્તો સાથે ઉઘાડી લૂંટ
સરકારી જમીનમાં કાર પાર્કિંગની ઉઘરાણી
અધિકૃત રસીદ વગર રૂ.100ની કરાય છે વસૂલી
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શનિ-રવિ રજાના દિવસે ભક્તોનો ઘસારો જોવા મળે છે,લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તો પાર્કિંગના નામે ઉઘાડી લૂંટનો ભોગ બની રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડા પૂર ઉમટે છે,અને ખાસ કરીને જ્યારે વાર તહેવારે કે શનિ રવિવારની રજાઓમાં મહાકાળી માતાના દર્શને આવતા ભક્તોની સંખ્યામાં વધારો જોવા મળે છે.જોકે આ દિવસોમાં સરકારી જગ્યામાં કાર પાર્ક કરતા ભક્તો પાર્કિંગના નામે લૂંટાય રહ્યા છે.ભક્તો પાસે કાર પાર્કિંગના નામે 100 રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી છે.અને જેની કોઈ અધિકૃત રસીદ પણ આપવામાં આવી નથી.આ અંગે એક ભક્તે રોષ વ્યક્ત કર્યો હતો.