પંચમહાલ : ગુજરાતના 65મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાય, CMના હસ્તે ₹650 કરોડના વિકાસકાર્યોની ભેટ

ગુજરાતના સ્થાપના દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં પંચમહાલ જિલ્લાને ₹650 કરોડના 85 વિકાસકાર્યોની ભેટ ધરવામાં આવી

New Update
  • ગુજરાતના 65મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

  • ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત

  • ગોધરામાંCMના હસ્તે પંચમહાલને મળી વિકાસકાર્યોની ભેટ

  • 650 કરોડના 85 જેટલા વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે

  • રાજ્યપાલ-મુખ્યમંત્રીના આગમનને લઈ પોલીસ બંદોબસ્ત

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાતના 65મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં પંચમહાલ જિલ્લાને650 કરોડના 85 વિકાસકાર્યોની ભેટ ધરવામાં આવી હતી.

ગુજરાતના 65મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પંચમહાલ જિલ્લાને રૂ. 650 કરોડના 85 જેટલા વિકાસકાર્યોની ભેટ અર્પણ કરવામાં આવી હતી. સૌપ્રથમ નવનિર્મિતIG ઓફિસનું રીબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ પંચામૃત ડેરી ખાતે યુ.એચ.ટી દૂધ બનાવટના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ ગૌશોર્ટ સેક્ટ શોર્ટેડ સીમેન ટેકનોલોજીના મશીનનું વર્ચ્યુયલ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાલોલમાં લીથયમ-આર્યન બેટરી રિસાયકલ પ્લાન્ટનું પણ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ જણાવ્યુ હતું કે2047 માટે આપણે ગુજરાતને વિકસિત ગુજરાત બનાવવાનું છે. આરોગ્યની સુખાકારી ઉપરાંત અનેક સુવિધાઓ મળી રહે તે માટે વડાપ્રધાન સતત કાર્યરત છે.

આ વર્ષના બજેટમાં ગરવી ગુજરાત હાઈ સ્પીડ રોડ બનાવવા માટે કરોડો રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરસહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માવિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ સહિત ધારાસભ્યોગુજરાતના ડીજીપી વિકાસ સહાયઆઈજી આર.વી.અસારીપોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.