પંચમહાલ : ભારે વરસાદના કારણે ખેતી-પાકને નુકસાન થવાની ભીતિ સાથે ખેડૂતો માથે આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ...

કમોસમી વરસાદના કારણે પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

New Update
  • વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં તારાજી સર્જાય

  • ખેતરમાં તૈયાર ડાંગર સહિતના પાકને ભારે નુકસાન

  • ખેડૂતો માથે આભ તૂટી પડ્યા જેવી સ્થિતિનું નિર્માણ

  • પાક નુકસાનને લઈને ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા

  • સરકાર દ્વારા આર્થિક સહાય મળે તેવી ખેડૂતોને આશા

કમોસમી વરસાદના કારણે પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

પંચમહાલ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા ડાંગર (ખરીફ) સહિતના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આથી ખેડૂતો માથે આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છેઅને તેમના ચહેરા પરથી ખુશી છીનવાઈ ગઈ છે. ખાસ કરીને શહેરા તાલુકાના ગોકળપુરાપોયડા સહિતના આજુબાજુના ગામોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આ વિસ્તારમાં આશરે 2000 હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતોએ ડાંગરની ખેતી કરી હતી. ખેતરમાં લહેરાઈ રહેલો અને કાપણી માટે તૈયાર થઈ ગયેલો ડાંગરનો પાક અચાનક પડેલા વરસાદના કારણે પલળી ગયો છે અથવા પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાકને નુકસાન થવાની શક્યતાને લઈને ખેડૂતો હાલ ભારે ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ હોય તેવું લાગી રહ્યું છેઅને મોંઘાદાટ બિયારણખાતર અને મજૂરીનો ખર્ચ પણ માથે પડ્યો છે. આ નુકસાન માત્ર ખેડૂતો પૂરતું સીમિત નથી.

જોકેડાંગરના પાકને નુકસાન થવાના કારણે ઘાસચારાનું ઉત્પાદન પણ ઓછું થવાની શક્યતા છે. ડાંગરની કાપણી પછી પશુઓ માટેનું પોષક ઘાસ (કપરા) મળી રહેતું હોય છેજેની અછત વર્તાઈ શકે છે. પરિણામેપશુપાલકોની ચિંતામાં પણ વધારો થયો છે. જો ઘાસચારો ઓછો થશે તો પશુધન નિભાવવું મુશ્કેલ બનશેજે પશુપાલનના વ્યવસાય પર પણ ગંભીર અસર પહોંચાડશે. ખેડૂતો હાલ એવી સ્થિતિમાં મુકાયા છે કે, "માથાનો માર ખેડૂત પાયમાલ." એક તરફપાક નિષ્ફળ જવાની ભીતિ છે અને બીજી તરફજીવન નિર્વાહની ચિંતા. આ નુકસાનના કારણે તેમને મોટું આર્થિક નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીનેઅહીંના ખેડૂતો સરકાર સમક્ષ વહેલી તકે યોગ્ય સર્વે કરીને તેમને તાત્કાલિક આર્થિક સહાય મળે તેવી આશા અને માંગ કરી રહ્યા છેજેથી કરીને તેઓ આ આકસ્મિક સંકટમાંથી બહાર આવી શકે.

Latest Stories