પંચમહાલ : કાલોલ ગામે લગ્નમાં વરઘોડો નીકળવા સમયે જ નજીવી બાબતેબે જૂથો વચ્ચે પથ્થરમારો

લગ્નનો વરઘોડો નીકળવા સમયે પથ્થમારો, નજીવી બાબતે બે જૂથો વચ્ચે થઈ બોલાચાલી

New Update
પંચમહાલ : કાલોલ ગામે લગ્નમાં વરઘોડો નીકળવા સમયે જ નજીવી બાબતેબે જૂથો વચ્ચે પથ્થરમારો

પંચમહાલ જિલ્લાના કાલોલ ગામ ખાતે લગ્નનો વરઘોડો નીકળવા સમયે બે જૂથો વચ્ચે પથ્થર મારો થતાં વાતાવરણ તંગ બન્યું હતું.

મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે લગ્નનો વરગોડો ડી.જે. સાથે નિકળી રહ્યો હતો ત્યારે નજીવી બાબતે બે જૂથો વચ્ચે બોલા-ચાલી બાદ બે જૂથો વચ્ચે પથ્થર મારો થયો હતો.કાલોલ પોલીસને પથ્થરમારાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પથ્થરમારાની પરિસ્થિતીને કાબુમાં લીધી હતી. કાલોલ પોલીસે સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. તેમાં પોલીસે અસામાજિક તત્વોને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં પથ્થરમારામાં વરરાજાના પિતાને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Latest Stories