પંચમહાલ : હાલોલ-સાવલી માર્ગ પર રોડ રોલરમાં ફાટી નીકળી આગ, લોકોમાં મચી અફરાતફરી

પંચમહાલ જિલ્લાના હાલોલ-સાવલી રોડ પર રાજપુરા ગામ નજીક રોડ રોલરમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી હતી.

New Update
પંચમહાલ : હાલોલ-સાવલી માર્ગ પર રોડ રોલરમાં ફાટી નીકળી આગ, લોકોમાં મચી અફરાતફરી

પંચમહાલ જિલ્લાના હાલોલ-સાવલી રોડ પર રાજપુરા ગામ નજીક રોડ રોલરમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી હતી.

Advertisment

મળતી માહિતી અનુસાર, હાલોલ તાલુકાની સરહદે આવેલ હાલોલ-સાવલી મુખ્ય હાઇવે રોડનું કામ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન રાજપુરા ગામ નજીક રોડ રોલરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. રોડ રોલરમાં આગ લાગતાની સાથે જ આસપાસના લોકોમાં ભાગદોડ મચી હતી. જોકે, અચાનક આગ લાગતા રોડ રોલરના ચાલકે રોલરમાંથી કૂદીને બહાર આવી જતા તેનો આબાદ બચાવ થયો હતો, જ્યારે રોડ રોલરમાં લાગેલ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કામ કરતા શ્રમિકો દ્વારા હઠવતા સાધનોથી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો. મુખ્ય માર્ગ પર રોડ રોલરમાં લાગેલી આગના પગલે વાહન વ્યવહારને પણ અસર પહોચી હતી. જોકે, રોડ રોલરમાં શોર્ટ સરકીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Advertisment