/connect-gujarat/media/post_banners/7ea58c073da0524edbc02ac07be0fe411f8f9d237729914fccec5d3adbc8be29.jpg)
પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરના પાવાગઢ રોડ પર પિસ્તોલ વડે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરી લોકોમાં દહેશત ફેલાવનાર બાસ્કા ગામના શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરના પાવાગઢ રોડ જેવા ભરચક વિસ્તારમાં ગત સાંજે એક શખ્સે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એટલું જ નહીં, ઈંડાની લારી ઉપર આવેલા આ શખ્સે ધારદાર છરો લઈને દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ તેણે પિસ્તોલ કાઢીને હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સમગ્ર મામલે પોલીસે ફાયરિંગ કરનાર બાસ્કા ગામના ઈમરાન મકરાની ઉર્ફે ટાઈગર નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતાં તેની પાસેથી હાથ બનાવટની ઓટોમેટીક પિસ્તોલ મળી આવી હતી. પોલીસે ઇમરાન મકરાણી વિરુદ્ધ આર્મસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે હાલ તો હાથ બનાવટની પિસ્તોલ તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.