/connect-gujarat/media/post_banners/fee3f13726a90c7cb0bee34a56dc75c45b5f9c28a352cdedbaa5347fe571b011.jpg)
મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના કુકાવાવ પોલીસ આઉટ પોસ્ટ મથક પોલીસ દ્વારા જપ્ત કરીને કેટલાક વાહનો રાખવામાં આવ્યા હતા, ત્યારે આજરોજ કોઈ કારણોસર અચાનક એક કારમાં આગ ફાટી નીકળી હતી. કારમાં આગ લાગતાં જ પોલીસ મથકમાં હાજર પોલીસકર્મીઓ સહિત લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
જોતજોતામાં કારમાં લાગેલી આગ આજુબાજુ પાર્ક કરેલા અન્ય વાહનોમાં પણ પ્રસરી હતી, ત્યારે પોલીસે જપ્ત કરેલા ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા હતા.
તો બીજી તરફ, વાહનોમાં લાગેલી આગ ઉપર મહામુસીબતે કાબૂ મેળવાયો હતો. જોકે, આગ લાગવાનુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.