અરવલ્લી એક્સપ્રેસમાં યાત્રીઓને થયો કડવો અનુભવ,સામાનની ચોરી બાદ RPFએ ફરિયાદ પણ ન નોંધી

યુવતીઓએ અચાનક હલ્લો મચાવવાનું શરૂ કર્યું હતું. ત્યાં જતા જાણવા મળ્યું કે કોચમાં બેસેલી છ યુવતીઓ સહિત સાત રેલયાત્રીઓનો સામાન ચોરી થઈ ગયો.....

New Update
Aravalli Express Train

રાજસ્થાનથી અરવલ્લી એક્સપ્રેસ પરત સુરત આવી રહી હતી.તે સમયે રાજસ્થાન વિસ્તારમાં આવેલ રીંગસ રેલવે સ્ટેશન પાસે સેકન્ડ એસી કોચમાં ચોરીની ઘટના સામે આવી હતી.જેને લઈને યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેનો એક વીડિયો સામે આવ્યો હતો. જો કે RPF  જવાનો સાથે એક કલાકની માથાકૂટ બાદ આ પેસેન્જરોની ફરિયાદ નોંધવામાં આવી હતી. 

અરવલ્લી એક્સપ્રેસ રાજસ્થાનથી સુરત આવી રહી હતી,ત્યારે સવારે સાડા સાત વાગે અરવલ્લી એક્સપ્રેસ ટ્રેન રીંગસ સ્ટેશન પર પહોંચી હતી. ત્યારે એ 2 કોચમાં બેસેલી યુવતીઓએ અચાનક હલ્લો મચાવવાનું શરૂ કર્યું હતું. ત્યાં જતા જાણવા મળ્યું કે કોચમાં બેસેલી છ યુવતીઓ સહિત સાત રેલયાત્રીઓનો સામાન ચોરી થઈ ગયો હતો. 

ત્યારબાદ યાત્રીઓએ ચેન પુલિંગ કર્યું હતું.જેથી RPFના જવાનો પેસેન્જરની વચ્ચે પહોંચ્યા હતા, RPFના જવાનોએ યાત્રીઓની ફરિયાદ લેવાના બદલે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવના આક્ષેપ ભોગ બનનાર યાત્રીઓએ રોષપૂર્વક જણાવ્યું હતું.આ સમયે જ GRPના જવાન આવ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે અમે એક વ્યક્તિને પકડ્યો છે,જેની પાસે 3 બેગ મળ્યા છે. 

ત્યારબાદ બે-ત્રણ વ્યક્તિના સામાન મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ તમામ ઘટનામાં RPFની કામગીરી ખૂબ જ નબળી હોવાના આક્ષેપ યાત્રીઓએ કર્યા હતા,અને ખુબજ રેલવેની ખુબ જ ગંદી વ્યવસ્થા હોવાના આક્ષેપ પણ રેલયાત્રીઓએ કર્યા હતા.