GSRTCની વોલ્વો દ્વારા યાત્રીઓ કરી શકશે મહાકુંભની યાત્રા,રૂ.8100માં ત્રણ રાત્રી અને ચાર દિવસનું પેકેજ

ટૂર પેકેજ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં શિવપુરી ખાતે રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે,તેવું સરકાર દ્વારા જણાવાયું છે. 8100 રૂપિયામાં આસ્થાની યાત્રાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

New Update
Chalo Kumbh Chale

ઉત્તર પ્રદેશમાં પવિત્ર મહાકુંભમાં કરોડો લોકો આસ્થાની ડૂબકી મારવા પ્રયાગ રાજ જાય છેત્યારે ટુરિઝમ અને GSRTC બસ - Volvo રોજ આવવા જવાની વ્યવસ્થા સાથે બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ રાત્રી અને ચાર દિવસનું પેકેજ તૈયાર કરાયું છે. યાત્રાળુઓની પહેલી બસને 27મી જાન્યુઆરીએ ગાંધીનગરથી લીલી ઝંડી આપવામાં આવશે.

શ્રદ્ધાળુઓ સરળતાથી અને ઓછી કિંમતે મુસાફરી કરી શકે એ માટે તમામ વિભાગોએ સાથે મળીને સુવિધાઓમાં ઉમેરો કર્યો છે. આ ટૂર પેકેજ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં શિવપુરી ખાતે રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે,તેવું સરકાર દ્વારા જણાવાયું છે.

8100 રૂપિયામાં આસ્થાની યાત્રાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.જે લોકો આ યાત્રામાં જોડાવવા માંગે છે તેમણે ઓનલાઇન માહિતી મેળવીધ્યાન રાખીને ટિકિટ બુક કરાવવાની રહેશે. આ યાત્રામાં મુસાફરી અને રહેવાની વ્યવસ્થા હશે.જેમાં જમવાની વ્યવસ્થા મુસાફરે જાતે કરવાની રહેશે.હાલ પૂરતી બસ વ્યવસ્થા અમદાવાદ પૂરતી રહેશે.રાજ્ય સરકારે ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન કર્યું છેઆ ઉપરાંત જેમ જેમ યાત્રાળુઓ વધશે તેમ વધુ બસો મુકવામાં આવશે.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.
Latest Stories