/connect-gujarat/media/post_banners/708259d42faf66ecb37a21ce5a91689c6186a4e0e12c5f6df74c27ae19153073.jpg)
પાટણ જિલ્લાના રાધનપુરના રાપરીયા હનુમાન મંદિર ખાતે વઠિયાર રામાનંદી સાધુ સમાજના ઉપપ્રમુખ પર હુમલો કરનાર 2 શખ્સોને રાધનપુર પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા.
મળતી માહિતી અનુસાર, પાટણના રાધનપુર સ્થિત રાપરીયા હનુમાનજી મંદિર ખાતે વઠિયાર રામાનંદી સાધુ સમાજના ઉપપ્રમુખ પર 2 અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, આ બન્ને શખ્સોએ સોનાની માળાની પણ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે વઠિયાર રામાનંદી સાધુ સમાજના પ્રમુખે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. રાધનપુર પોલીસ મથકના પીઆઈ જી.આર.રબારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવામાં આવી રહી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બન્ને શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં આ બન્ને આરોપી આરોપી વિજય રામદાસ હરીચરણદાસ સાધુ અને ભાવેશ સેવાદાસ સાધુ હોવાનું બહાર આવ્યું છે, ત્યારે હાલ તો પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.