પાટણ : 30 હજાર દિવડાઓથી બીલીયા ગામ ઝળહળી ઉઠ્યું, મહિલાઓ માંડવીઓ માથે રાખી ગરબે ઘૂમી...

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બીલીયા ગામ ખાતે આસો સુદ ચૌદસની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વેરાઈ માતાજી મંદિરના પટાંગણમાં પરંપરાગત ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

સિદ્ધપુરના બીલીયા ગામમાં આસો સુદ ચૌદસની ઉજવણી

આસો સુદ ચૌદસ નિમિત્તે બીલીયા દિવડાઓથી ઝળહળ્યું

બીલીયા ગામમાંથી 225 માંડવીઓ ગરબામાં જોડાય

મહિલાઓ માંડવીઓ માથે રાખી ગરબે ઘૂમતા અલભ્ય દ્રશ્ય

મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાનું બીલીયા ગામ આસો સુદ ચૌદસની રાત્રે દિવડાઓથી ઝળહળી ઉઠ્યું હતું.

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બીલીયા ગામ ખાતે આસો સુદ ચૌદસની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વેરાઈ માતાજી મંદિરના પટાંગણમાં પરંપરાગત ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બીલીયા ગામમાંથી 225 માંડવીઓ ગરબામાં જોડાય હતી. અંદાજિત 30 હજાર દિવડાઓથી ગામ ઝળહળી ઉઠ્યું હતું. ગામની મહિલાઓએ માંડવીઓ માથે રાખી ગરબે ઘૂમતા આહલાદક દ્રશ્ય સર્જાયું હતું. બિલિયા ગામમાં વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છેત્યારે સિદ્ધપુર તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો માતાજીના ગરબાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

Latest Stories