પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામની પ્રાથમિક શાળા ખાતે BSF-194 બટાલિયન દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા પ્રાથમિક શાળા ખાતે BSF-194 બટાલિયન સીમા સુરક્ષા બળ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં મુખ્ય મેહમાન તરીકે BSF હેડક્વાર્ટર-ગાંધીનગરથી IG રવિ ગાંધી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ શાળાના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ અને ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રસંગે મેડિકલ હોસ્પિટલ ધારપુરના વિવિધ વિભાગના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. બીએસએફના અધિકારીઓ અને ડોક્ટરોની સાથે સાથે સીમા જન કલ્યાણ સમિતિ ગુજરાતના પ્રદેશ મહામંત્રી જીવણ આહીર અને જિલ્લા ટીમ સીમા જન કલ્યાણ સમિતિની ટીમ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી મેડિકલ ચેકઅપ કેમ્પને સફળ બનાવ્યો હતો.