પાટણ : ગૌમૂત્ર અને ગોબરના ખાતરથી બાદરપુરાના ખેડૂતે મેળવ્યું ઓર્ગેનિક ખારેકનું ઉત્પાદન, અન્ય ખેડૂતોને રાહ ચીંધી

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ સ્થિત પાટીદાર ઓર્ગેનીક ફાર્મમાં ખેડૂતે ઇઝરાઇલ ખારેકની સફળ ખેતી કરી બતાવી છે.

New Update
પાટણ : ગૌમૂત્ર અને ગોબરના ખાતરથી બાદરપુરાના ખેડૂતે મેળવ્યું ઓર્ગેનિક ખારેકનું ઉત્પાદન, અન્ય ખેડૂતોને રાહ ચીંધી

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ સ્થિત પાટીદાર ઓર્ગેનીક ફાર્મમાં ખેડૂતે ઇઝરાઇલ ખારેકની સફળ ખેતી કરી બતાવી છે. સાથે જ મોટા પ્રમાણમાં આવક મેળવી અન્ય ખેડૂતોને પણ ઇઝરાઇલ ખારેકની ખેતી કરવા રાહ ચીંધી છે.

પાટણના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામે આવેલ પાટીદાર ઓર્ગેનીક ફાર્મમાં વિનોદ પટેલ દ્વારા 5 વર્ષ અગાઉ 500 ઇઝરાઇલ ખારેકના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું, ત્યારે આ વર્ષે ખેડૂતને મબલખ ખારેકનું ઉત્પાદન થવા પામ્યું છે. ખારેકના ઉત્પાદન માટે ખેડૂત દ્વારા કોઈપણ જાતના રાસાયણિક ખાતર કે, દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, માત્ર ગૌમૂત્ર અને ગાયના ગોબરમાંથી બનાવેલ ખાતરથી ઓર્ગેનિક ખારેકનું ઉત્પાદન કરવામાં આવ્યું છે, ત્યારે પાટીદાર ઓર્ગેનીક ફાર્મમાંથી ઓર્ગેનિક ઇઝરાઇલ ખારેક ગુજરાત તેમજ દેશના વિવિધ વિસ્તારના વેપારીઓ દ્વારા ખરીદ કરવામાં આવી રહી છે. આ સાથે જ ખેડૂત વિનોદ પટેલે અન્ય ખેડૂતોને પણ ઓર્ગેનિક ખારેકનું વાવેતર કરવા પ્રેરણા આપી છે.

Latest Stories