Connect Gujarat
ગુજરાત

પાટણ : રાધનપુરમાં કોંગ્રેસનું શાસન હોવાથી ભાજપ આવે છે વિકાસ કાર્યોના આડે : રધુ દેસાઇ

રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ ભાજપ સરકાર દ્વારા થતી કિન્નાખોરીને કારણે રાધનપુર નાયબ કલેકટર કચેરી ખાતે પ્રતિક ધરણા પર ઉતર્યા હતા.

X

પાટણ જિલ્લાના રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ ભાજપ સરકાર દ્વારા થતી કિન્નાખોરીને કારણે રાધનપુર નાયબ કલેકટર કચેરી ખાતે પ્રતિક ધરણા પર ઉતર્યા હતા.

પાટણ જિલ્લાના રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ રાધનપુર નાયબ કલેકટર કચેરી ખાતે પ્રતિક ધરણા પર બેઠા હતા. ભાજપ સરકાર દ્વારા રાધનપુર વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય હોવાથી કિન્નાખોરી રાખી વિકાસ નથી થવા દેતી તેવા આક્ષેપો સાથે રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ ધરણા પર બેઠા હતા. સાથે સાથે રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે ઘણા સમયથી ચીફ ઓફિસર અને અન્ય જગ્યાએ પર અધિકારીના મુકીને કિન્નાખોરી રાખી રહી છે. ભાજપ સરકાર તંત્ર દ્વારા ધરણાંની મંજૂરી ન મળતા વગર પરમિશને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકરો ધરણા ઉપર બેઠા હતા. રાધનપુર નગરપાલિકાથી રેલી કાઢી નાયબ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. રાધનપુર નગરપાલિકાના પ્રશ્નોને લઈને રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ધરણા પર છે.

Next Story