પાટણ: બાળ તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ,પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીઓની કરી ધરપકડ

પાટણમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. આ બોગસ તબીબ સુરેશ ઠાકોર હોવાનું સામે આવ્યું છે.

New Update
Advertisment

પાટણમાં બાળ તસ્કરીની ઘટનાથી ચકચાર

Advertisment

પાટણ અને બનાસકાંઠા મળીને બે બાળ તસ્કરીનો મામલો

બોગસ તબીબની ધરપકડ બાદ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી

SOGએ મહિલા સહિત ત્રણ આરોપીની કરી ધરપકડ 

કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજુર

પાટણમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. આ બોગસ તબીબ સુરેશ ઠાકોર હોવાનું સામે આવ્યું છે. જેમાં આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત તો એ છેકે આ બોગસ તબીબ માત્ર ધોરણ 10 પાસ હતો અને લોકોના સ્વાસ્થ્ય સાથે ICUની સુવિધા સહિતની હોસ્પિટલ ખોલીને ચેડા કરતો હતો.સાથે સાથે પોલીસ તપાસમાં બાળ તસ્કરીની ઘટના પણ બહાર આવી હતી.

પાટણમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી હતી,સુરેશ ઠાકોર નામનો આ બોગસ ડોક્ટર માત્ર ધોરણ 10 પાસ છે અને તેમછતાં ICUની સુવિધા સહિતની હોસ્પિટલો ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો.આ કેસમાં સૌથી મહત્વની વાત તો એ છે કે આરોપીની ધરપકડ બાદ સામે આવ્યું કે તેણે દત્તક આપવાના નામે એક બાળકને વેચ્યું હતું. જેને લઈ પોલીસે તેની સામે ફરિયાદ પણ નોંધી છે. નીરવ મોદી નામના શખ્સે આ મામલે આરોપીની સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે 1.20 લાખ આપીને બાળકને ખરીદ્યું હતું.

Advertisment

સમગ્ર મામલે એવી હકીકત સામે આવી છેકે બોગસ તબીબ સુરેશ ઠાકોર દ્વારા બાળકના જન્મનું પ્રમાણપત્ર તો આપવામાં આવ્યું હતું. પરંતુ બાળકને દત્તક લેવામાં આવ્યું તેને લઈને કોઈ પણ ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા નહોતા. ફરિયાદી નીરવ મોદીએ બાળક તંદુરસ્ત ન હતું જેથી આ બોગસ તબીબને પરત આપ્યું હતું. જોકે આ બોગસ તબીબે રૂપિયા પરત ન આપતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પાટણ અને બનાસકાંઠા મળીને બે બાળ તસ્કરીની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી,અને પોલીસે હાલ એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે.પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને દસ દિવસના રિમાન્ડની માગણી કરી હતી,જોકે કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.અને પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. 

Latest Stories