પાટણ: સોમનાથ-રાધનપુર રૂટના ST બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા મોત,અનેક મુસાફરોનો જીવ બચાવ્યો

પાટણના રાધનપુર એસ.ટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભારમલભાઈ આહીર આજે સોમનાથથી રાધનપુર જવા બસ લઈને નીકળ્યા હતા.

New Update
પાટણ: સોમનાથ-રાધનપુર રૂટના ST બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા મોત,અનેક મુસાફરોનો જીવ બચાવ્યો

પાટણના રાધનપુરમાંથી હાલ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાધનપુરમાં બસ ચલાવી રહેલા ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને તેને કારણે તેમનું મૃત્યુ નીપજ્યું છે.

પાટણના રાધનપુર એસ.ટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભારમલભાઈ આહીર આજે સોમનાથથી રાધનપુર જવા બસ લઈને નીકળ્યા હતા. રાધનપુરથી માત્ર 1 કિલોમીટર દૂર પહોંચ્યા બાદ તેમને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી તેઓ બસને પરત રાધનપુર ડેપોમાં લાવ્યા હતા. જે બાદ તેમને સહકર્મચારીઓ સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરે તેમના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. ડ્રાઇવરે પોતાના મોત પહેલા બસ પરત ડેપોમાં લાવી મુસાફરોના જીવ બચાવ્યા હતા. ભારમલભાઈ આહીરના મૃત્યુની જાણ પરિવારને થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. તો સહકર્મીઓમાં પણ દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.