પાટણ જીલ્લામાં પા પા પગલી પ્રોજેકટ અમલી બાનવવામાં આવ્યો છે જે અંતર્ગત આંગણવાડીમાં પ્રિ પ્રાઇમરી શિક્ષણ વધુ રસપ્રદ બન્યુ છે
બાળકો માટે શિક્ષણ વધુ રસપ્રદ બને તે માટે પાટણ જિલ્લામાં આંગણવાડીઓમાં "પા પા પગલી" પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેનો લાભ જિલ્લાના ૩૭ હજારથી વધુ બાળકોને મળે છે. આ પ્રોજેકટના પગલે બાળકોમાં આંગણવાડીમાં જવા માટે વધુ હોંશ જોવા મળી રહી છે. પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત મુખ્યત્વે બે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે.એક તો બાળકોનો શારીરીક, માનસિક, બૌદ્ધિક પ્રકારનો વિકાસ થાય એના માટે સપ્તાહ દરમ્યાન રોજેરોજના અલગ અલગ 17 પ્રકારની થીમ પર અભ્યાસક્રમ નિયત કરવામાં આવ્યો છે અને તે પ્રમાણે આંગણવાડીની કાર્યકર બહેનો દ્વારા એમને અભ્યાસ કરાવવામાં આવે છે. આ સાથે સાથે આંગણવાડીઓ છે તેમને સક્ષમ બનાવવામાં આવે, ભૌતિક સુવિધાઓ વધારવામાં આવે જેથી કરીને બાળકોની જરુરિયાતને અનુરુપ તે ભૌતિક રીતે સુદ્રઢ બને તે પ્રકારનું પણ ધ્યાનમાં લેવામાં આવે છે