/connect-gujarat/media/post_banners/4c4adfad1381d8c931ce8446b771a4b095838cbed9162c3e313b2471c0a41b54.jpg)
પાટણના સમી તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદા નિગમ દ્વારા નાખવામાં આવેલ સિંચાઈ માટેની અંદર ગ્રાઉન્ડ પાઇપલાઇનમાં કોન્ટ્રાક્ટ ની બેદરકારીના કારણે ખેડૂતોને પાણી ન મળતુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે
પાટણ જિલ્લાના સમી તાલુકાના કનીજ ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સિક્ન્હાઈ માટે પાણી મળી રહે એ માટે નર્મદા નિગમ દ્વારા અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી હજુ સુધી મળતુ નથી આ બાબતે ખેડૂતોએ આક્ષેપ કરતા જણાવ્યુ હતું કે અધિકારીઓ અને ઇજારેદારની મિલીભગતના કારણે આ પ્રોજેકટનું કામ પૂર્ણ થયુ નથી જેના કારણે ખેડૂતોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.