Connect Gujarat
ગુજરાત

પાટણ : ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે સાંતલપુરના અગરિયાઓની છેલ્લા 4 દિવસથી હડતાળ, જાણો સમગ્ર મામલો..!

પરંપરાગત અગરિયાઓને રણમાં મીઠું પકવવા પ્રવેશ ન અપાતા છેલ્લા 4 દિવસથી ન્યાય માટે આમરણ ઉપવાસ પર બેસી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

X

પાટણ જિલ્લાના સાંતલપુર વિસ્તારના પરંપરાગત અગરિયાઓને રણમાં મીઠું પકવવા પ્રવેશ ન અપાતા છેલ્લા 4 દિવસથી ન્યાય માટે આમરણ ઉપવાસ પર બેસી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

પાટણ જિલ્લાના સાંતલપુર વિસ્તારના અગરિયાઓ તેમજ તેમના પરિવારજનો આડેસર વન વિભાગની કચેરી બહાર રણમાં પ્રવેશ આપો અને અગરિયાઓને ન્યાય આપોની માંગ સાથે આમરણ ઉપવાસ પર બેઠા છે. પરંતું 4 દિવસ વીત્યા છતાં અગરીયાઓની રજુઆત સાંભળવા ન તો કોઈ રાજકીય નેતા આવ્યા છે કે, ન તો કોઈ જવાબદાર અધિકારી દ્વારા મુલાકાત લેવામાં આવી છે. અગરિયાઓ સરકાર પાસે વિંનતી કરી રહ્યા છે કે, સર્વે એન્ડ સેટલ મેટની યાદીમાં જે નામની યાદી જાહેર કરી તેમાં કોઈનો વિરોધ નથી. પરંતુ ખરેખર જે સાચા અગરિયાઓ છે, કોઈ ભૂલના કારણે યાદીમાં તેમના નામ જ નથી. એટલે કે, રણમાં ફરી સર્વે કરાવી અને પરંપરાગત અગરિયાઓને 10 એકર વિસ્તારમાં મીઠું પકવવા પ્રવેશ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. અગરીયાઓ માંગ કરી રહ્યા છે કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ યથાવત રાખીશું તેમજ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story