Connect Gujarat
ગુજરાત

પાટણ : છેલ્લા 7 દિવસથી દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતા સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવા દહેશત..!

વોર્ડ નંબર 7માં આવેલ અમર પાર્ક સોસાયટી ખાતે છેલ્લા 7 દિવસથી દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતા સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ સેવાય રહી છે.

X

પાટણ શહેરના વોર્ડ નંબર 7માં આવેલ અમર પાર્ક સોસાયટી ખાતે છેલ્લા 7 દિવસથી દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતા સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ સેવાય રહી છે.

પાટણ શહેરના વોર્ડ નંબર 7ના સ્થાનિકોએ ચૂંટણીમાં ભાજપના કોર્પોરેટરોને ખોબલે ખોબલે મતો આપી જીતાડ્યા હતા. જોકે, કોર્પોરેટરો ચૂંટણી સમયે દેખાયા પછી આજદિન સુધી પોતાના વોર્ડ વિસ્તારમાં ફરક્યાં ન હોવાનો સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે. અહીના વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતા સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ સેવાય રહી છે. સ્થાનિક મહિલાઓએ સોસાયટીમાં દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાની અનેક ફરિયાદો પાલિકામાં કરી હોવા છતાં પણ યોગ્ય ઉકેલ આવ્યો નથી. પીવાની અને ભૂગર્ભ પાઇપલાઇન જોડાઈ ગઈ હોવાથી દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે, ત્યારે હવે પાટણ નગરપાલિકા દ્વારા યોગ્ય રીપેરીંગ હાથ ધરી સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


Next Story