પાટણ : કેશવલાલ કોમ્પ્લેક્સના ધાબા પરની સોલર પેનલોમાં આગ ફાટી નીકળી, ફાયર ફાઇટરો દોડ્યા

કેશવલાલ શોપિંગ સેન્ટરના ધાબા પર રહેલી સોલર પેનલોમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી.

પાટણ : કેશવલાલ કોમ્પ્લેક્સના ધાબા પરની સોલર પેનલોમાં આગ ફાટી નીકળી, ફાયર ફાઇટરો દોડ્યા
New Update

પાટણ શહેરના કેશવલાલ શોપિંગ સેન્ટરના ધાબા પર રહેલી સોલર પેનલોમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, પાટણ શહેરના જનતા હોસ્પિટલ સામે આવેલ કેશવલાલ શોપિંગ સેન્ટરના ધાબા ઉપર લગાવેલ સોલર પેનલોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતા કોમ્પ્લેક્સના વ્યાપારીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. તો બીજી તરફ, કોમ્પ્લેક્સમાં લાગેલા ફાયર સેફટીના 13થી 14 બોટલો થકી પ્રથમીક તબક્કે આગને કાબુમાં લઈ પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે, પ્રાથમિક તબક્કે ફાયર બોટલોથી આગ પર કાબુ મેળવતા મોટી આગ પ્રસરતા અટકી હતી. પાટણ નગરપાલિકાના ફાયર ફાઈટરોએ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવતા વ્યાપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાના અંદાજ સાથે લાખોનું નુકશાન થયું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

#Gujarat #CGNews #Fire #Patan #Fire breaks out #roof #Keshavlal Complex #solar panels
Here are a few more articles:
Read the Next Article