Connect Gujarat
ગુજરાત

પાટણ: સાંતલપૂર નજીક કાર પાણી ભરેલા ખાડામાં ખાબકતા ચાર લોકોના મોત,પરિવારમાં ગમનો માહોલ

પાટણના સાંતલપૂર નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાર પાણી ભરેલા ખાડામાં ખાબકતા ચાર લોકોના મોત નિપજ્યા હતા.

X

પાટણના સાંતલપૂર નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાર પાણી ભરેલા ખાડામાં ખાબકતા ચાર લોકોના મોત નિપજ્યા હતા.

પાટણ જિલ્લાના માર્ગો પર અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે અને આવા અકસ્માતના બનાવવામાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી હોય છે, ત્યારે બુધવારે સવારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાગલી ગામ પાસે ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે. લગ્નમાં જઈ રહેલા ફાગલી ગામના જોશી પરિવારની કાર આગળ અચાનક વન્ય પ્રાણી આવી જતાં એને બચાવવા જતા કાર રોડની સાઈડમાં આવેલ પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. જેથી કારમાં બેઠેલા એક જ પરિવારના પતિ-પત્ની અને બે પુત્રીઓના પાણીમાં ડૂબી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ગોઝારા અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ફાગલી ગામના અને મુંબઈ ખાતે સ્થાઈ થયેલો જોશી પરિવાર બે ત્રણ દિવસ પહેલા જ મુંબઈથી ભાણાના લગ્ન પ્રસંગના કારણે ગામમાં આવ્યો હતો. આજે ભાણાના લગ્ન હોવાથી ફાંગલીથી લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યો હતો, ત્યારે ફાગલી ગામથી થોડીક નજીક માર્ગ પરથી અચાનક કોઈ વન્ય પ્રાણી પસાર થતા તેને બચાવવા જતાં શિફ્ટ કાર રોડની બાજુમાં આવેલા પાણી ભરેલા ખાડામા ખાબકતા કારમાં સવાર જોશી પરિવારના પતિ-પત્ની અને બે પુત્રીઓના પાણીમાં ડૂબી જવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ફાગલી માર્ગ પર સર્જાયેલા અકસ્માતના બનાવવાની જાણ ગ્રામજનોને થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બનાવના પગલે પોલીસે પણ ઘટનાસ્થળે દોડી આવી મૃતકોની લાશોને પાણીમાંથી બહાર કાઢી પંચનામા કરી પીએમ અર્થે સાતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી હતી. એ કજ પરિવારના ચાર લોકોના મોત નિપજતા ફાગલી ગામમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે પરિવારના આક્રંદથી ગામમાં ગમગીની છવાઈ ગઇ છે.

Next Story