પાટણ : રાધનપુર મુખ્ય કેનાલમાં પડ્યા ઠેર ઠેર ગાબડાં, નર્મદા નિગમની ગંભીર બેદરકારી : કોંગ્રેસ નેતા

પાટણ જિલ્લાના સાંતલપુરથી રાધનપુર સુઘી નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં ઠેર ઠેર ગાબડાં નજરે પડી રહ્યા છે

New Update
પાટણ : રાધનપુર મુખ્ય કેનાલમાં પડ્યા ઠેર ઠેર ગાબડાં, નર્મદા નિગમની ગંભીર બેદરકારી : કોંગ્રેસ નેતા

પાટણ જિલ્લાના સાંતલપુરથી રાધનપુર સુઘી નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં ઠેર ઠેર ગાબડાં નજરે પડી રહ્યા છે, ત્યારે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા રઘુ દેસાઈએ નર્મદા નિગમની ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો.

Advertisment

પાટણ જિલ્લામાં નર્મદા નિગમની ગંભીર બેદરકારી સામે આવી છે. સાંતલપુરથી રાધનપુર સુઘી નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં જ્યાં જુઓ ત્યાં મોટા મોટા ભંગાણ સર્જાયા છે. ક્યાક કેનાલનો સર્વિસ રોડ પણ તૂટી પડ્યો, તો ક્યાક ખેતરોમાં પાણી પણ ફરી વળ્યા છે, ત્યારે સમગ્ર મામલે પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા રઘુ દેસાઈએ નર્મદા નિગમ અને કોન્ટ્રાક્ટર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં નર્મદા નિગમ દ્વારા રાધનપુર સાતલપુર સમી વિસ્તારમાં ચાલતા કામોમાં હલકી ગુણવત્તાવાળા કામો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યુ હતું. આ સાથે જ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતના કારણે રાધનપુરના ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

Advertisment