/connect-gujarat/media/post_banners/19ef735339bf293c035072d59b05c00fc176a12cbb6d147d29d8629eafbbf450.jpg)
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સુરકા ગામ ખાતે નર્મદા નિગમની ગંભીર બેદરકારી સામે આવતા ખેડૂતોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સુરકા ગામ ખાતે આવેલ નર્મદા નિગમની કેનાલમાં છેલ્લા ઘણા સમયથી સાફ-સફાઈ ન થવાના કારણે ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે. જોકે, 10 વર્ષથી કેનાલમાં યોગ્ય સફાઈ ન થતા પાણી વેડફાઈ જઈ મોટા પાયે નુકશાન થતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે, ત્યારે તાત્કાલિક ધોરણે કેનાલની સાફ સફાઈ કરવામાં આવે અથવા કેનાલ બંધ કરવામાં આવે તેવી સુરકા ગામના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે.