પાટણ જિલ્લાની સરહદે આવેલ સાંતલપુર તાલુકાના એવાલ ગામ પાસે પ્રવાસીઓને રહેવા-જમવા માટે રૂ.૨.૭૦ કરોડના ખર્ચે ઈકો ટુરીઝમ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
પાટણ જિલ્લાની સરહદે આવેલ સાંતલપુર તાલુકાના એવાલ ગામ પાસે ઈકો ટુરીઝમ સેંન્ટર બનાવવા માટે ભારત સરકારના ગૃહ વિભાગ હસ્તકની સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ (B.A.D.P.) યોજના હેઠળ પ્રવાસીઓને રહેવા-જમવા માટે રૂ.૨.૭૦ કરોડના ખર્ચે ઈકો ટુરીઝમ સેન્ટર (કેમ્પ સાઈટ) તૈયાર કરવામાં આવેલ છે. જેને ડેઝર્ટ સફારી & ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ ફોર ટુરીઝમ એક્ટીવીટીઝ તરીકે ઓળખવામા આવશે.સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત નિર્મિત ડેઝર્ટ સફારી & ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ ફોર ટુરીઝમ એક્ટીવીટી (ઈકો ટુરીઝમ સેન્ટર)નું ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ શંકર ચૌધરીના વરદ હસ્તે વારાહી મામલતદાર કચેરી ખાતે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઇ લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત પણ વરચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.