Connect Gujarat
ગુજરાત

પાટણ: રાધનપુર ખાતે સરકારી તાલુકા કક્ષાના પુસ્તકાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

રાધનપુર ખાતે સરકારી તાલુકા કક્ષાના પુસ્તકાલયનો લોકાર્પણ કાર્યક્રમ સાથે ધારાસભ્યના સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

X

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સરકારી તાલુકા કક્ષાના પુસ્તકાલયનો લોકાર્પણ કાર્યક્રમ સાથે ધારાસભ્યના સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

પાટણ જિલ્લાના રાધનપુર મહેસાણા રોડ ઉપર સરકારી કોમેનટી હોલ ખાતે સરકારી પુસ્તકાલય લોકાર્પણ કાર્યક્રમ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીનો રાધનપુર વિધાનસભાના મતદારો સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી,ભારતીય જનતા પાર્ટીના મંત્રી રજની પટેલ અને પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું ગુજરાત રાજ્ય દ્વારા પુસ્તક લાયબ્રેરીનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં 40 રૂપિયા ડીપોઝટ ભરી લોકો સભ્ય બની શકે છે.

Next Story