પાટણ જિલ્લાના હારીજની મામલતદાર કચેરી પરથી નીચે પટકાતાં મામલતદારનું મોત નીપજ્યું હતું, ત્યારે અકસ્માત કે, આત્મહત્યા અંગે પોલીસે ઘટનાની તપાસનો દોર હાથ ધર્યો છે.
મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના હારીજ મામલતદાર નવી કચેરીમાં ફરજ બજાવતા મામલતદાર વી.ઓ.પટેલનું મોત થયું છે. ધાબા પરથી પડતા મામલતદારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થતા ચકચાર મચી છે. રજાના દિવસે મામલતદાર કચેરીમાં આવી ધાબા ઉપર ગયા બાદ પડ્યા કે, પડતું મૂક્યું તે બાબતને લઈ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. બનાવના પગલે કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોચ્યા હતા. જોકે, મામલતદારે આત્મહત્યા કરી છે કે, આકસ્મિક રીતે પડી ગયા છે જે અંગે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઘટના અંગે તપાસનો દોર હાથ ધર્યો છે.