હવે, પાલિકામાં ઓનલાઈન ફરિયાદ..! : પાટણ પાલિકાએ એપ લોન્ચ કરી, 48 કલાકમાં કરાશે ફરિયાદનો નિકાલ...

પાટણ પાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે.

New Update

પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. જેથી હવે લોકોની ફરિયાદોનો પાલિકા દ્વારા 48 કલાકમાં નિકાલ કરવામાં આવશે.

પાટણ નગરપાલિકા દ્વારા નગરજનોની સુખ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. પાટણ પાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. પાટણ પાલિકા પ્રમુખ સહિતના અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં એપ અંગે માહિતી આપતા પોસ્ટર લગાડ્યા હતા. જે એપ ડાઉનલોડ કરી શહેરીજનોને સ્વચ્છતાને લઈ કોઈ સમસ્યા હોય તો નગરપાલિકામાં રજૂઆત કરવા આવવાની જરૂરિયાત રહશે નહીં. આ એપ થકી અરજદાર પોતે જ આ એપમાં પોતાની ફરિયાદ નોંધાવી શકશે. એટલું જ નહીંપાલિકા દ્વારા લોક સમસ્યાનો 48 કલાકમાં નિકાલ કરવામાં આવશેત્યારે જાહેર જનતાને સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી પાટણ પાલિકાની સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

Latest Stories