Connect Gujarat
ગુજરાત

પાટણ: ઓમિક્રોનનો તોળાતો ખતરો, તંત્ર થયું દોડતું; સતર્કતાના ભાગરૂપે યોજી માસ્ક ડ્રાઇવ

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો માથે છે ત્યારે પાટણ વહીવટીતંત્ર દ્વારા જાગરૂકતા અને સતર્કતાના ભાગરૂપે માસ્ક ડ્રાઇવ યોજવામાં આવી.

X

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો માથે છે ત્યારે પાટણ વહીવટીતંત્ર દ્વારા જાગરૂકતા અને સતર્કતાના ભાગરૂપે માસ્ક ડ્રાઇવ યોજવામાં આવી.

દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે પાટણ વહીવટી તંત્ર દ્વારા જાગરૂકતા અને સતર્કતાના ભાગરૂપે માસ્ક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં વહીવટીતંત્ર અને પોલીસના અધિકારીઓ દ્વારા વેપારીઓ, રાહદારીઓ અને નગરજનોને માસ્ક પહેરવા અને સોસીયલ ડિસ્ટન્સના પાલન માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. કોરોના ગાઈડલાઉનના ચુસ્ત પાલન માટે એક સપ્તાહ સુધી જનજાગૃતિ કેળવવા માટે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવશે. ત્યાર બાદ પણ જો માસ્ક અને સોસીયલ ડિસ્ટનસનું પાલન ન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જેના ભાગરૂપે શહેરના બગવાડા વિસ્તારમાં પ્રાંત અધિકારી સચિન કુમારની આગેવાની હેઠળ પોલીસ અધિકારીએ માસ્ક ડ્રાઈવ યોજી લોકોને સતર્ક રહેવા અને કોરોના ગાઈડલાઉનના પાલન માટે નગરજનોને અનુરોધ કર્યો હતો.

Next Story