વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી
એસ.કે.બ્લડ બેન્કમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું
શહેર ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું
PM મોદીના જન્મદિવસ નિમિત્તે 75 યુનિટ રક્ત એકત્ર કરાયું
મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિતે પાટણ શહેરમાં ભાજપ યુવા મોરચા અને શહેર ભાજપ દ્વારા એસ.કે. બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિરમાં 75 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર રક્તદાન શિબિર, સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ, હોસ્પિટલોમાં દર્દીઓને ફુટ વિતરણ, યોગ શિબિર, સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય, ધાર્મિક સ્થળોએ PMના દીર્ધાયુ માટે પુજા, પ્રાર્થના, યજ્ઞ સહીતના સેવાકીય અને સામાજીક કાર્યકમો આયોજિત કરવામાં આવ્યા છે,
પાટણ શહેરમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસ નિમિતે ભાજપ યુવા મોરચા અને શહેર ભાજપ દ્વારા એસ.કે. બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાતાઓ ઉત્સાહભેર રક્તદાન કરતાં 75 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દસરથજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલ પારમાર, જિલ્લા યુવા મોરચા પ્રમુખ વિવેક પટેલ, શહેર યુવા મોરચા પ્રમુખ ગૌરવ આસ્વાદ સહિત ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.