Connect Gujarat
ગુજરાત

પાટણ: વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા

"વિકસિત ભારત સંકલ્પ યાત્રા"અન્વયે પાટણ જિલ્લામાં તમામ તાલુકાઓમાં બહોળા જનપ્રતિસાદ સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

X

"વિકસિત ભારત સંકલ્પ યાત્રા"અન્વયે પાટણ જિલ્લામાં તમામ તાલુકાઓમાં બહોળા જનપ્રતિસાદ સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

"વિકસિત ભારત સંકલ્પ યાત્રા"અન્વયે પાટણ જિલ્લામાં તમામ તાલુકાઓમાં બહોળા જનપ્રતિસાદ સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.સરસ્વતી તાલુકાનાં મેસર ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા.કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આયોજીત આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા.આ પ્રસંગે યાત્રાના રથનું આગમન થતાં જ ગ્રામજનો અને ઉપસ્થિત મહાનુભાવોએ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે મંત્રીના વરદ હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો, સહાય,હુકમ પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓએ "મેરી કહાની, મેરી જુબાની" થીમ હેઠળ પોતાને મળેલ યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નીહાળી હતી.

Next Story