રાધનપુરના છાણિયાથર ગામે વરસ્યો હતો ભારે વરસાદ
ગામની 600 હેક્ટર જમીનમાં ભરાયા છે વરસાદી પાણી
ખેતરમાં વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળતાની આરે
પાક નુકશાની સામે ધરતીપુત્રોના લલાટે ચિંતાની લકીરો
પાક નુકશાની સામે સહાય ચૂકવાય તેવી ખેડૂતોની માંગ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે 600 હેક્ટર જમીનમાં વરસાદી પાણી ભરાય રહેતા ખેતરમાં વાવેતર કરાયેલા તમામ પાકો નિષ્ફળ જતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણીયાથર ગામે વરસાદના પાણી ભરાય રહેતા ખેડૂતોએ વાવેતર કરેલા 600 હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ થવાના આરે છે. જેમાં બાજરી, જુવાર, અડદ, કઠોળ અને એરંડા જેવા વાવેતર પાકો નિષ્ફળ જતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે, ત્યારે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે છાણિયાથર ગામે સર્વે કરાવી ખેડૂતોને થયેલું નુકસાનનું વળતર ચૂકવે તેવી માગ ઉઠવા પામી છે. રાધનપુરના છાણીયાથર ગામના સરપંચ ભોજાભાઇ આહીર અને ગામના અગ્રણીઓ સહિત ખેડૂતોએ સરકાર વરસાદી પાણીનો કાયમી નિકાલ કરે અને ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરાવી વળતર આપે તેવી માગ કરી છે. નર્મદા નિગમની કેનાલમાં બરાબર સાફ સફાઈ કરવામાં નહીં આવતા ગામના ખેતરોમાં પાણી ભરાય રહેતા હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.