પાટણ : છાણિયાથર ગામે 600 હેક્ટર જમીનમાં વરસાદી પાણી ભરાયા, પાક નુકશાની સામે ખેડૂતોના લલાટે ચિંતાની લકીર

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે 600 હેક્ટર જમીનમાં વરસાદી પાણી ભરાય રહેતા ખેતરમાં વાવેતર કરાયેલા તમામ પાકો નિષ્ફળ જતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે.

New Update

રાધનપુરના છાણિયાથર ગામે વરસ્યો હતો ભારે વરસાદ

ગામની 600 હેક્ટર જમીનમાં ભરાયા છે વરસાદી પાણી

ખેતરમાં વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળતાની આરે

પાક નુકશાની સામે ધરતીપુત્રોના લલાટે ચિંતાની લકીરો

પાક નુકશાની સામે સહાય ચૂકવાય તેવી ખેડૂતોની માંગ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે 600 હેક્ટર જમીનમાં વરસાદી પાણી ભરાય રહેતા ખેતરમાં વાવેતર કરાયેલા તમામ પાકો નિષ્ફળ જતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણીયાથર ગામે વરસાદના પાણી ભરાય રહેતા ખેડૂતોએ વાવેતર કરેલા 600 હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ થવાના આરે છે. જેમાં બાજરીજુવારઅડદકઠોળ અને એરંડા જેવા વાવેતર પાકો નિષ્ફળ જતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છેત્યારે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે છાણિયાથર ગામે સર્વે કરાવી ખેડૂતોને થયેલું નુકસાનનું વળતર ચૂકવે તેવી માગ ઉઠવા પામી છે. રાધનપુરના છાણીયાથર ગામના સરપંચ ભોજાભાઇ આહીર અને ગામના અગ્રણીઓ સહિત ખેડૂતોએ સરકાર વરસાદી પાણીનો કાયમી નિકાલ કરે અને ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરાવી વળતર આપે તેવી માગ કરી છે. નર્મદા નિગમની કેનાલમાં બરાબર સાફ સફાઈ કરવામાં નહીં આવતા ગામના ખેતરોમાં પાણી ભરાય રહેતા હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

#Gujarat #CGNews #Patan #farmers #Water Flood #damage #crops
Here are a few more articles:
Read the Next Article