પાટણ : રાણીની વાવ બે દિવસીય ઉત્સવનો પ્રારંભ,પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે ઉત્સવને ખુલ્લો મુકાયો

પાટણમાં બે દિવસીય રાણીની વાવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે ઉત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

New Update
  • પાટણમાં રાણીની વાવ ઉત્સવનું આયોજન

  • બે દિવસીય ઉત્સવનું કરાયું છે આયોજન

  • પ્રભારી મંત્રીના હસ્તે ઉત્સવનું ઉદ્ઘાટન કરાયું

  • રાણીની વાવને વર્લ્ડ હેરિટેજનો મળ્યો છે દરજ્જો

  • દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણ

પાટણમાં બે દિવસીય રાણીની વાવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે ઉત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

પાટણમાં તારીખ 7 અને 8 ફેબ્રુઆરી2026ના રોજ રાણીની વાવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમતગમતયુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્રપાટણ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ દ્વિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. યુનેસ્કો દ્વારા રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળ્યો તેની સ્મૃતિરૂપે આ ઉત્સવ દર વર્ષે ઉજવાય છે.

મહોત્સવનું ઉદ્ઘાટન પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું.આ ઉત્સવ દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ કેન્દ્ર બન્યો છે.

Latest Stories