પાટણ: આંધ્રપ્રદેશથી ગુજરાતમાં લાલચંદન ઠલવાયું,ગોડાઉનમાંથી રક્તચંદનના 150 ટુકડા મળી આવતા ચકચાર

દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશથી ગુજરાત સુધી રક્તચંદન પહોંચી ગયું હતું,તિરુપતિ રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સે પાટણ LCB પોલીસને સાથે રાખીને એક ઓપરેશનને પાર પાડ્યું હતું,

New Update
  • ગુજરાતમાં ઠલવાયું લાલચંદન

  • પાટણમાંથી પોલીસે રક્તચંદનનો જથ્થો કર્યો જપ્ત

  • પાટણ પોલીસની મદદથી આંધ્રપ્રદેશ પોલીસનું ઓપરેશન

  • ગોડાઉનમાંથી ચોરીના 150 રક્તચંદનના લાકડાના ટુકડા ઝડપ્યા

  • પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશથી ગુજરાત સુધી રક્તચંદન પહોંચી ગયું હતું,તિરુપતિ રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સે પાટણ LCB પોલીસને સાથે રાખીને એક ઓપરેશનને પાર પાડ્યું હતું,અને હાજીપુરના એક શ્રેય વિલાના ગોડાઉનમાંથી રકતચંદનનો જથ્થો જપ્ત કર્યો હતો,અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

દેશ વિદેશના સિનેમા ઘરોમાં દર્શકોને મનોરંજન પીરસતી અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પ 2એ ધૂમ મચાવી છે.તો ફિલ્મમાં જે મુજબ રક્તચંદનની ચોરી કરીને વિદેશ સુધી તેનો વેપાર કરવામાં આવ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું છે,તો બીજી તરફ રક્તચંદનની ચોરીની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે.

ગુજરાતમાં આંધ્રપ્રદેશથી રક્તચંદન પહોંચી ગયું હતું.ગેરકાયદે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડાયો હતો. આંધ્રપ્રદેશની તિરૂપતિ રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સે બાતમીના આધારે પાટણ પહોંચી હતી. પાટણની LCB અને બાલીસણા પોલીસને સાથે રાખીને હાજીપુરના એક શ્રેય વિલાના ગોડાઉન નંબર 70માં કરોડોના રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યા હતા.આ જથ્થાનું કુલ વજન 4.5 ટન જેટલું થયું હતું.અને તેની કિંમત 2.50 કરોડ જેટલી અંદાજવામાં આવી છે. આ સાથે જ પાટણના 3 શખ્સોની પોલીસે અટકાયત કરી છે. આ ત્રણેય ચંદનનો જથ્થો ચીન અને સાઉથ એશિયાના દેશોમાં દાણચોરી કરીને વેચવાના હતા.

પોલીસે  પરેશજી કાંતીજી જવાનજી ઠાકોરહંસરાજ વીરાજી તેજાજી જોષી ઉત્તમ નંદકિશોરભાઈ પુખરાજ સોનીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.પોલીસ તપાસમાં આંધ્રપ્રદેશથી શાકભાજીની આડમાં આઇસર ટેમ્પોમાં આ રક્તચંદનનો જથ્થો ગુજરાતમાં લવાયો હોવાનું જાણવા મળ્યું હતું.

 

Read the Next Article

રાજ્યના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ કરાયું જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

New Update
red alrt

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

બે વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગની આગાહી મુજબ આ સમય દરમિયાન પવન ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે.  બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

જ્યારે કચ્છ,  પાટણ,  ગાંધીનગર,  મહેસાણા,  અરવલ્લી,  અમદાવાદ,  સુરેન્દ્રનગર,  મહીસાગર,  દાહોદ,  સુરત,  નર્મદા,  તાપી,  ડાંગ,  નવસારી,  વલસાડ,  દમણ,  દાદરા નગર  હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

મોરબી,  જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા,પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.