“વિશ્વ શાંતિ દિવસ” : સોમનાથ-વેરાવળમાં શાંતિદૂત એવા કબૂતરોને આકાશમાં ઉડાડી શાંતિ રેલી પ્રસ્થાન થઈ

વેરાવળ ખાતે વિશ્વ શાંતિ દિવસ નિમિત્તે શૈક્ષણિક સંસ્થાઓ અને પોલીસ વિભાગ દ્વારા શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

New Update

વેરાવળ ખાતે વિશ્વ શાંતિ દિવસની અનોખી ઉજવણી

શૈક્ષણિક સંસ્થાઓ અને પોલીસ વિભાગ દ્વારા આયોજન

શહેરના વિવિધ વિસ્તારોમાં શાંતિ રેલીનું આયોજન કરાયું

રેલીમાં મોટી સંખ્યામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે વિશ્વ શાંતિ દિવસ નિમિત્તે શૈક્ષણિક સંસ્થાઓ અને પોલીસ વિભાગ દ્વારા શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

આજે તા. 21મી સપ્ટેમ્બર એટલે વિશ્વ શાંતિ દિવસત્યારે આજના દિવસે વિશ્વભરના લોકો માનવતા અપનાવે છેઅને સમાજમાં તમામ ભેદ ભૂલી એકબીજાની સુખાકારી વિશે વિચારે છે. સંયુક્ત રાષ્ટ્ર તમામ દેશોને આ દિવસે પરસ્પર દુશ્મનાવટ સમાપ્ત કરવા માટે વિશેષ અનુરોધ પણ કરે છેત્યારે આજે વિશ્વ શાંતિ દિવસની ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વમાં શાંતિના સંદેશ માટે વેરાવળની શૈક્ષણિક સંસ્થાઓ અને પોલીસ વિભાગ દ્વારા શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેરાવળના નવી હવેલી ચોક ખાતેથી શાંતિદૂત એવા કબુતરોને આકાશમાં ઉડાડી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. શહેરના રાજમાર્ગો પર શાંતિના સ્લોગન સાથે આ  રેલી નીકળી હતી. જેમાં શિશુમંદિર ઇન્ટરનેશનલ સ્કૂલ અને ઘીવાલા સ્કૂલના બાળકો જોડાયા હતા.

 

Latest Stories