પી.એમ.મોદી આજે જશે મોરબી,ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારજનોને મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીની મુલાકાત લેશે

New Update
દિવાળી પર મોદી સરકાર કરશે નોકરીઓનો વરસાદ, 10 લાખ સરકારી પદ ભરવામાં આવશે

મોરબી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીની મુલાકાત લેશે. વડાપ્રધાન દુર્ઘટનાસ્થળની મુલાકાત બાદ ઈજાગ્રસ્તો અને મૃતકના પરિવારને મળશે. વડાપ્રધાન મોદીનો આજનો અમદાવાદનો રોડ શો પણ કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે તેઓ દુર્ઘટનાસ્થળની મુલાકાત લેશે અને પીડિતો અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરશે.મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાને લઈને પીએમ મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને DGP સહિત રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment

આ ઉપરાંત દિવંગતોના શોકમાં આગામી 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક રખાશે. 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. રાજ્યભરમાં સૌ લોકોને શાંતિ પ્રાર્થના કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલની અપીલ કરી છે.

Advertisment