/connect-gujarat/media/post_banners/e6b0da18cc364a931a470faee5b076ad89d31a8a56f6f0c5970372819e135160.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન નું શુક્રવારે વહેલી સવારે 100 વર્ષની વયે અવસાન થયું. હીરાબેન ને બુધવારે સવારે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાના કારણે અમદાવાદ 'યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર'માં દાખલ કરવામાં આવ્યા હતા પણ આજે વહેલી સવારે 3.30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા આ જાણકારી મળતા પીએમ મોદી સવારે 8.15 કલાક ની આસપાસ ગાંધીનગર નિવાસ સ્થાને પહોંચ્યા હતા તો પરિવારના સોમાભાઈ મોદી, પ્રહલાદ મોદી, અમૃતભાઈ મોદી અને વાસંતીબેન મોદી પણ અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા પીએમ મોદીએ માતા હીરાબાની અંતિમ યાત્રાને કાંધ આપી હતી તો 4 ભાઈઓએ ગાંધીનગરના સેક્ટર 30ના સ્મશાન ગૃહમાં મુખાગ્નિ આપી હતી.
પીએમ મોદીના માતા હીરાબાના નિધનના સમાચાર મળતા અનેક નેતાઓ પહોંચ્યા હતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,ધારાસભ્ય અલ્પેશ ઠાકોર,અમુલ ભટ્ટ સહિતના નેતાઓએ પણ હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તો બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણી પણ સ્મશાન ગૃહ પહોંચ્યા હતા અને સાંત્વના પાઠવી હતી તો અનેક રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનોએ ટ્વિટ કરી પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.