થર્ટી ફર્સ્ટની રાત્રિએ નશેબાજોને કાબુમાં રાખવા પોલીસનું ઠેર ઠેર વાહન ચેકિંગ

કોરોનાના કહેર વચ્ચે નવા વર્ષના લેવાશે વધામણા, રાજયની સરહદો પર પોલીસે સઘન બનાવ્યું ચેકિંગ

New Update
થર્ટી ફર્સ્ટની રાત્રિએ નશેબાજોને કાબુમાં રાખવા પોલીસનું ઠેર ઠેર વાહન ચેકિંગ

ઓમીક્રોન વેરીયન્ટના કહેર વચ્ચે લોકો થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે સજજ બન્યાં છે ત્યારે પોલીસ પણ નશેબાજોના રંગમાં ભંગ પાડવા માટે તૈયાર છે.....

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો પાડોશી રાજયોમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડતાં હોય છે. ખાસ કરીને થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે યુવાધન સજજ બન્યું છે. બીજી તરફ ઓમીક્રોનનો કહેર હોવાથી પોલીસ પણ લોકો પોતાના ઘરોમાં જ રહે તેવું ઇચ્છી રહી છે.ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલાં તાપી જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તાપીના સોનગઢ નજીક ચેકપોસ્ટ બનાવવામાં આવી છે.

દમણની નજીક આવેલાં વલસાડની વાત કરવામાં આવે તો વલસાડના તમામ 13 પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ડ્રાઇવ ચલાવવામાં આવી છે. એક જ દિવસમાં સમગ્ર જિલ્લામાંથી 800 કરતાં વધારે દારૂડીયાઓને ઝડપી લેવાયાં છે. ખાસ કરીને દમણ તરફથી આવતાં લોકો અને વાહનોને રોકી ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

ઉત્તર ગુજરાતની સરહદ રાજસ્થાન સાથે જોડાયેલી હોવાથી સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહયું છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે પણ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

Latest Stories